સંઘ સત્તાક – 7: ચરમતીર્થપતિ શ્રી વીરપરમાત્માએ કલિકાલમાં પણ આ શાસન ટકી રહે તે માટે મહાપ્રતિભાસંપન્ન એવા ૧૧ ગણધરોને આખા શાસનની ધૂરા સોંપી… જેમનાથી પ્રવાહિત થઈને આ શાસન હુંડા અવસર્પિણી કાળમાં પણ વહેતું વહેતું આપણા સુધી આવ્યું છે… અનેક પ્રજ્ઞાસંપન્ન મહાપુરુષોએ કપરાં કાળમાં પ્રાણના ભોગે પણ તેની સુરક્ષા કરીને અખંડિતપણે આપણા સુધી પોહોંચાડ્યું છે… હવે આપણી જવાબદારી છે કે શાસનને સુબદ્ધરીતે અને અવિછિન્નપણે આગળ પણ વહેતું રાખવું…
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.