Shaasan Sthaapna | Sangh Sattak Song

ShaasanSthapna #JainShreeSangh #JinShaasan

વીર પ્રભુએ શાસન સ્થાપ્યું, કરવા જગનો ઉદ્ધાર
ત્રિપદી આપી માર્ગ દેખાડ્યો, ચાલતા થાય કલ્યાણ

ગણધરો પામ્યા પાટ પ્રભુની, કરતા યોગક્ષેમ
પૂર્વાચાર્યો એ માર્ગ પહોંચાડ્યો, જેમ શુદ્ધ હેમ

દુર્ગતિ દમનકર, સદ્દગતિ સુગમકર
પતિતને પાવનકર, ધર્મતીર્થ જાણીએ

કુબુદ્ધિ શુદ્ધિકર, સંતોષ સુવાસકર,
સમકિત સુબુદ્ધિકર, ધર્મતીર્થ જાણીએ

સુખ હિતકાર કર, આતમ ઊજાસ કર,
વેદના વિનાશકર, ધર્મતીર્થ જાણીએ.

વિશ્વ કલ્યાણકર, પાપના તાપહર,
દોષવિષ નાશકર, ધર્મતીર્થ જાણીએ

પામો પામો પ્રભુ શાસનને, પામો પામો પ્રભુ શાસનને
માણો માણો વીર શાસનને, જાણો જાણો જિન શાસને જેમ કહે મારા પ્રભુજી હો જી…જી…
મારા પ્રભુજી હો જી

સહુ વધાવો જિન શાસનને હો જી…
આવા હિતકર જિન શાસનને
આવા હિતકર જિન શાસનને
મહા પુણ્યોદયે સહુ પામ્યા

આવા હિતકર જિન શાસનને
મહા પુણ્યોદયે સહુ પામ્યા

સૂરીવર શાસનને ચલાવે હો જી
ઇન્દ્રો પણ જેને શીશ નમાવે હો જી

સૂરીવર શાસનને ચલાવે હો જી
ઇન્દ્રો પણ જેને શીશ નમાવે હો જી

ભાગ્ય આપણા જાગ્યા ને પામિયા
જિન શાસન સુખકારી
ભાવથી વંદે સહુ નર નારી
જેના નાયક ગણધર સૂરી
શ્રી સંઘની છે પુન્યાઈ
શ્રી સંઘની છે પુન્યાઈ
તીર્થોને લીધા ઉગારી
સૂરીવરોના અનુશાસનમાં જિનશાસન જયકારી
સૂરીવરોના અનુશાસનમાં જિનશાસન જયકારી

આવ્યો એવો શાસન કાળ સાચા સાધુનો દુષ્કાળ
આવ્યો એવો શાસન કાળ સાચા સાધુનો દુષ્કાળ

ત્યારે સૂરી મહાપુરુષોએ કર્યો સંઘ ઉદ્ધાર
શ્રી હરિભદ્ર સૂરીશ્વર મહારાજા
શ્રી હેમચંદ્ર સૂરીશ્વર મહારાજા
શ્રી હીરવિજય સૂરીશ્વર મહારાજા

શાસન રક્ષક મહાપુરુષો છે આ
શાસનની રક્ષા કાજે
શાસનની રક્ષા કાજે પરવા ન કરી પોતાની

શ્રાવક જો સૂરીના માથે તો
શ્રાવક જો સૂરીના માથે તો શાસનને નુકસાની

જિન શાસનનું રાજ સોંપીએ ગચ્છરાય ને ફરી

સૂરીવરોના અનુશાસનમાં જિનશાસન જયકારી

જિન શાસનનું રાજ સોંપીએ ગચ્છરાય ને ફરી
જાગો જાગો
શું કાળનો આ પ્રભાવ છે? કે આપણા ભારે કર્મ છે?
શું કાળનો આ પ્રભાવ છે? કે આપણા ભારે કર્મ છે?
તપતા સુરજ તેજને રે ગ્રહણ લાગ્યું આજ છે
તપતા સુરજ તેજને રે ગ્રહણ લાગ્યું આજ છે

શ્રી સંઘ અંધારે રહ્યો ને તીર્થોની થઈ દુર્દશા
શ્રી સંઘ અંધારે રહ્યો ને તીર્થોની થઈ દુર્દશા

નિર્ધાર કરી મક્કમ હવે ચાલો લઇ સાચી દિશા
નિર્ધાર કરી મક્કમ હવે ચાલો લઇ સાચી દિશા
જાગો…

જય શ્રી સંઘ હિતકારી
જય શ્રી સંઘ હિતકારી
જય શ્રી ચતુર્વિધ સંઘ હિતકારી

જય શ્રી સંઘ હિતકારી
જય શ્રી સંઘ હિતકારી
જય શ્રી ચતુર્વિધ સંઘ હિતકારી

શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની ગરિમા વધારે સૂરી રાયા

તીર્થ સંઘ ને શાસન કેરી રક્ષા કરતા સૂરી-ગચ્છરાયા

શાસ્ત્ર માર્ગ સિદ્ધાંત બચાવે, મારગદર્શક સૂરીરાયા,
કુમત કુગુરુ ને હરાવે, લડવૈયા છે સૂરીરાયા

સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા
સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા

શાસનની ધૂરા સંભાળે, સર્વોપરી છે ગચ્છરાયા
પ્રભુ વચનોને શિર પર ધારે, શુદ્ધ પ્રરૂપક સૂરીરાયા

સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા
સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા

પંચાચાર ને પાળે પળાવે શાસન વાહક સૂરીરાયા
તત્ત્વોથી તાજા શ્રુતધર સર્વભૌમ છે સૂરીરાયા

સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા
સૂરીરાયા-ગચ્છરાયા સૂરીરાયા-ગચ્છરાયા

ભાગ્ય આપણા જાગ્યા ને પામિયા
જિન શાસન સુખકારી
ભાવથી વંદે સહુ નર નારી
જેના નાયક ગણધર સૂરી
જિન શાસનનું રાજ સોંપીએ ગચ્છરાય ને ફરી
સૂરીવરોના અનુશાસનમાં જિનશાસન જયકારી

પ્રભુ વીર ના વંશજ, સુધર્માસ્વામિના પટ્ટધર, કોટિક ગણ ધારક, વયરી શાખા પ્રસારક, ચાંદ્રકુલ-દિપક, શુદ્ધ પ્રરૂપક, મહાગિતાર્થ, આધ્યાત્મિક સર્વભૌમ, સંઘ હિતચિંતક, ધર્મ તીર્થ રક્ષક, તીર્થ પ્રભાવક, ગચ્છાધિપતિ સર્વ આચાર્ય મહારાજો નો જય હો, વિજય હો, જય હો!