૧૦,૦૦૦ મંદિરોનું વિનાશ
ઈ. સ. ૧૦૧૮માં કનોજને ઘેરો ઘાલ્યો. આ શહેરમાં તે સમયે દસ હજાર મંદિરો હતાં. તે નગરના રાજાને ભગાડી દસે દસ હજાર મંદિરો કાટમાળમાં ફેરવી નાંખ્યા. મૂર્તિઓ ધ્વસ્ત કરી અમર્યાદિત સંપત્તિ હજમ કરી ગયો.[26],[27]
ત્યારબાદ મુંગ (કાનપુર), અશનિ (ફતેહપુર), શારવા (સરહાનપુર), ચંદેલા [૩ વાર], બારી (પ્રતિહાર), કિરાત, નૂર, લોહકોટ (કાશ્મીર), ગ્વાલિયર જેવાં મોટાં સામ્રાજ્યો પર હુમલો કરી ત્યાંના વિશાળ મંદિરો તથા પ્રભાવશાળી મૂર્તિઓને નામશેષ કર્યા. અને ટ્રીલીયનોની સંપત્તિ હસ્તગત કરવામાં આવી.[28]
અહીં એક સ્પષ્ટીકરણ આવશ્યક છે. પ્રસ્તુત ઇતિહાસમાં જે મંદિરો અને મૂર્તિઓનાં નાશની વાતો આવે છે, તેમાં વૈદિક, બૌદ્ધ, જૈન આ બધાં ધર્મોનો સમાવેશ થાય છે અર્થાત્ વિદેશી તલવારોએ તત્કાલીન દરેક ભારતીય ધર્મો ઉપર ઝનૂની હુમલા કર્યા હતાં.
ઈ.સ. ૧૦૨૪માં મહમ્મદ ગઝનીએ ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર લૂંટવા પ્રયાણ કર્યું.[29],[30] રસ્તામાં આવતાં જેસલમેર, પાટણ, દેલવાડા વગેરે મંદિરોથી શોભતા અને જાહોજલાલીથી ગાજતાં અનેક ક્ષેત્રોને પોતાનાં ધર્મઝનૂનનો સ્વાદ ચખાડતો ગયો, તે ક્ષેત્રોના સેંકડો મંદિરો લૂંટી લખલૂટ સંપત્તિ પચાવી પાડી.[31]
તે કાળે સોમનાથ મંદિરની ભવ્યતા કંઈ ઓર જ હતી. તે મંદિર લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થાધામ તો હતું જ સાથે હજારો કલાકારોનાં ગીત ગાન અને નૃત્ય મંદિરનાં વાતાવરણને અધિક આકર્ષક બનાવતાં હતાં. સેંકડો બ્રાહ્મણોની સેવા મંદિરને ચાર ચાંદ લગાડતી હતી અને હજારોની સંખ્યામાં તહેનાત થયેલ શસ્ત્રસજ્જ સુભટો મંદિરનાં દબદબાને અનેરી ઊંચાઈ આપતાં હતાં. તેવામાં ગઝની ઝનૂની અને વિશાળ સેના સાથે ચડી આવ્યો. મંદિરની રક્ષા માટે હજ્જારો મરણિયાઓએ કેસરિયા કર્યા. પરંતુ ભારતીયોનાં ભાગ્ય કાચાં પડ્યાં. મહમ્મદનું સૈન્ય હાવી થવા લાગ્યું. મંદિરનાં ૫૦ હજાર સૈનિકોનાં દેહ ઢળી પડ્યાં. ગઝનીએ આખું મંદિર ધરાશાયી કર્યું. તે મંદિરમાંથી તેણે વીશ મીલીયન એટલે કે બે કરોડ સુવર્ણ દિનાર[32],[33] લૂંટી લીધા. તે સોનાની વર્તમાન કિંમત લગભગ આડત્રીસ હજાર બસો પચાસ કરોડ રૂપિયા જેટલી થાય. (દિનાર તે કાળનું ચલણી નાણું હતું. અહીં તેના મટીરીયલની કિંમત ગણી છે. નાણાંકીય કિંમતનો તો કોઈ હિસાબ નથી.) ઇતિહાસમાં તો એવો પણ ઉલ્લેખ મળે છે કે, સોમનાથમાં રહેલી પ્રતિમાઓમાં પણ સોનું પૂરવામાં આવેલું. તેની ખબર પડતાં ગઝનીએ પ્રતિમાના ટુકડા કરી તેમાંથી પણ સોનું હડપી લીધું હતું.[34]
આ રીતે મહમ્મદ ગઝનીએ ૧૭ વખત આક્રમણ કરીને ભારતીય ધર્મોને લૂંટ્યાં છે.[35],[36] તે ૧૭ વખતમાં ધર્મોએ કેટલું ગુમાવ્યું તેની ગણતરી પણ રુંવાડાં ઊભાં કરી દે તેમ છે.
ઈ.સ. ૧૦૩૦માં મહમ્મદ ગઝનીના મૃત્યુ બાદ અહમદ નિયાલ્તીગીન અને ગઝનીનો દીકરો મસુદ બન્નેએ વારાફરતી બનારસ, હાંસી, સોનપાટંડ વગેરે ક્ષેત્રોનાં મંદિર–મૂર્તિઓનો સત્યાનાશ કર્યો અને સંપત્તિની લૂંટ ચલાવી ચાલ્યા ગયા.[37]
ત્યારબાદ લગભગ ૧૪૦ વર્ષ સુધી કાંઈક નિરાંત મળી. પણ પાછો તેવો જ લૂંટફાટનો સિલસિલો ચાલુ થઈ ગયો.
[26] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A.,PH.D (London) | p.14.
[27] History Today–Journal of History and Historical Archaeology 2004–05 | The Early Muslim Historians on India–on Mahmud of Ghazni, T.P.Verma, Indian History and Culture Society | p.6.
[28] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | pp.15–18.
[29] History of India Down to the end of the Region of Queen Victoria | M. Prothero and Mahamahopadhyaya Satis Chandra Vidyabhusana | p.247.
[30] India 1000 to 2000 | Chapter 3 | History’s Record, A Procession of Conflicts, M. G. S. Narayanan, Express Publication on Madurai Ltd | p.194.
[31] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.19–20.
[32] અમુક ઇતિહાસકારો વીસ લાખ સુવર્ણ દિનારની લૂંટ માને છે, જેની વર્તમાન કિંમત આડત્રીસસો કરોડ રૂપિયા થાય, જુઓ: The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A.,PH.D (London) | p.19–20.
[33] Frontline | Dec 22, 2000 | Historical Analysis, Temple Descreation in Pre–Modern India | Richard M. Eaton | p.63, 68, 69.
[34] History of India from the Earliest Times to Present Day | James H. Gense, S.J | p. 97, 98.
[35] India 1000–2000 | Chapter–3 | History’s Record, A Procession of Conflicts, M. G. S. Narayanan, Express Publication Madurai Ltd. | p. 197.
[36] History Today – Journal of History and Historical Archaeology 2004–05 | The Early Muslim Historians on India – on Mahmud of Ghazni, T. P. Verma | Indian History and Culture Society | p. 7.
[37] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 2 | D.C. Ganguly, M.A., PH.D, (London) | p.61, 93.