ગઝનીનાં સુલતાનોનાં આક્રમણો :–
ઈ.સ. ૯૪૮માં એટલે કે આજથી બરાબર ૧૦૭૩ વર્ષ પહેલાં અફઘાનિસ્તાન સ્થિત ગઝની રાજ્યના સુલતાન આલ્પ્તીગીન એ પશ્ચિમી પંજાબ ઉપર ચડાઈ કરી હતી. તેણે લગભગ ૧૫ વર્ષ સુધી અનેકવાર આક્રમણ કરી પંજાબ રાજ્ય અને તેના મંદિરોને વારંવાર લૂંટ્યાં અને મંદિરો–મૂર્તિઓનો ધ્વંસ કર્યો.[5]
વાચકો ખાસ ધ્યાન રાખે કે, વર્તમાનમાં પાકિસ્તાની શહેરોના નામ ભારતીય શહેરો તરીકે આવે તેનાથી ભ્રમમાં પડવું નહીં. આપણે ગ્રેટર ઈન્ડિયા કે જેમાં પાકિસ્તાનના બધાં શહેરો સમાવિષ્ટ થઈ જાય તેની જ ભારત તરીકે વાત કરી રહ્યાં છીએ.
ગઝનીનાં આલ્પ્તીગીન બાદ તેનો જમાઈ સુલતાન સુબુકતીગીન ઈ.સ. ૯૭૭માં ફરીથી પંજાબ ઉપર ત્રાટક્યો. પંજાબનરેશ રાજા જયપાલ સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો.[6],[7]
આખા પંજાબમાં લૂંટ મચાવી. ત્યાંના અનેક મંદિરો અને મૂર્તિઓનો ધ્વંસ કરી પુષ્કળ સંપત્તિ લૂંટી ગયો.[8]
અહીં એટલું સમજવું કે, જે મુસલમાન રાજાઓ આવ્યાં તેમણે ઝનૂનપૂર્વક મંદિરો તોડીને લૂંટ્યાં જ છે. સાથે–સાથે કેટલાંય રાજ્યો વગેરે પણ લૂંટી લીધાં છે. સ્ત્રીઓના શીયળ પણ લૂંટ્યા છે. અરે ! અમુક ગામ–શહેરમાં તો એવી પણ ઘટના બની છે કે ત્યાંના બધાં યુવાનોને રહેંસી નાખ્યા હોય. પરંતુ તેની ચર્ચા અહીં કરવામાં આવી નથી. અહીં માત્ર ધાર્મિક સંપત્તિનો જ વિષય પ્રસ્તુત છે.
ઈ.સ. ૯૯૭ સુધી એટલે કે વીશ વર્ષ સુધી સુબુકગીતીન ગઝનીએ પેશાવર, કાબુલ વગેરે પશ્ચિમ ભારતીય શહેરો અને મંદિરોની લૂંટનો સિલસિલો ચાલુ રાખ્યો[9].
આપણે જોયું કે, સુબુકતીગીન સુધીનાં મુસ્લિમ રાજાઓ મોટે ભાગે પશ્ચિમ ભારતથી આગળ આવ્યાં નહીં. તેનું કારણ એ છે કે, મધ્ય અને પૂર્વ ભારતના પરાક્રમી સમ્રાટોએ બધું બળ એકઠું કરીને તેમને અટકાવી રાખ્યાં. પરંતુ વારંવારનાં ભયંકર આક્રમણોએ તે ભારતીય રાજાઓનું બળ તોડી નાંખ્યું. તેનું અસહ્ય પરિણામ હવે આપણે જોઈશું.
ઈ.સ. ૧૦૦૦થી ૧૦૩૦ સુધી ૩૦ વર્ષનાં કાળખંડમાં ગઝની તરીકે નામચીન બનેલો, ગઝનીનાં સુબુકતીગીન સુલતાનનો દીકરો મહમ્મદ ગઝની ભારતીય ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતાથી ભારતને લૂંટવા વારંવાર આક્રમણો કરતો રહ્યો. ઇતિહાસકારોના મતે મહમ્મદ ગઝનીએ ૧૨ કે ૧૭ વાર આક્રમક આક્રમણ કર્યું હતું.[10],[11],[12] એટલે કે લૂંટીને તે પાછો ચાલ્યો જતો. વળી પાછો આવીને લૂંટફાટ કરતો.
મહમ્મદ ગઝનીએ ઈ.સ. ૧૦૦૦–૧૦૦૧માં પશ્ચિમી પંજાબ અને ત્યાંનાં મંદિરો–મૂર્તિઓ ખેદાન–મેદાન કરી લખલૂટ સંપત્તિ કબ્જે કરી.
ઈ.સ. ૧૦૦૪માં ભાટિયા ક્ષેત્રનાં પણ તેવાં જ હાલહવાલ કર્યાં.[13]
ઈ.સ. ૧૦૦૫થી ૧૦૦૮માં ફરી પંજાબ પર આક્રમણ કર્યું. ત્યાંના રાજાઓને યુદ્ધમાં પછાડી પુનઃ મંદિરોનો ધ્વંસ કર્યો અને સંપત્તિની લૂંટ ચલાવી. તે વખતે પંજાબનું નાગરકોટ (પ્રસિદ્ધ નામ કોટ કાંગરા) સ્થિત વજ્રેશ્વરી દેવીનું વિશાળ મંદિર પણ મહમ્મદ ગઝનીએ તોડી પાડ્યું અને અઢળક સંપત્તિ લૂંટી ગયો.[14]
રાજસ્થાનના નારાયણપુર ઉપર ઈ.સ. ૧૦૦૯માં ચડી આવ્યો. ત્યાં કેટલાંયે મંદિરો–મૂર્તિઓ ધ્વસ્ત કરી મંદિરોની ઘણી મિલકત ઉઠાવી ગયો.[15]
ઈ.સ. ૧૦૧૦માં મુલતાન[16] તથા પંજાબ મુલ્કનો પાછો વારો પાડ્યો. આક્રમણો દ્વારા તેવી જ ઘટનાઓનું પુનરાવર્તન કરી હાહાકાર મચાવી દીધો.
થાણેશ્વરનાં મંદિરો અને પુષ્કળ પ્રતિમાઓને ઈ.સ. ૧૦૧૧માં રસ્તે રઝળતાં પત્થર બનાવી આડેધડ લૂંટ ચલાવી.[17],[18]
ઈ.સ. ૧૦૧3 સુધી નંદન, કાશ્મીર અને પૂર્વીય પંજાબમાં અનહદ ધાર્મિક સંપત્તિ પચાવી પાડી અને મંદિરો નામશેષ કર્યા.[19] ઈ.સ. ૧૦૧૮ માં મહમ્મદ ગઝની મથુરા ઉપર ચડી આવ્યો. ત્યાંના રાજાને દબાવી વૈદિક ધર્મનું પ્રસિદ્ધ મંદિર જેના માટે કહેવાય છે કે, આવું મંદિર બનાવતા સારામાં સારા કારીગરોને રાખો અને અઢળક સંપત્તિ ખર્ચો તો પણ ૨૦૦ વર્ષ લાગે, તે તોડી પાડ્યું.[20] તે મંદિરમાં સ્થાપિત કરેલી ૪૧૭ કિલો ૭૭૫ ગ્રામ શુદ્ધ સુવર્ણની મૂર્તિ, જેની વર્તમાન કિંમત લગભગ ૧૮૭ કરોડ રૂપિયા જેટલી થાય, (હેરિટેજ કે ધાર્મિક વેલ્યુની તો કોઈ ગણતરી જ નથી.) તે લૂંટી ગયા.[21] ઉપરાંત બસો ચાંદીની પ્રતિમા પણ તફડાવી ગયા,[22],[23] જેની વર્તમાન કિંમત કરોડોમાં ગણવી પડે; કેમ કે જે મંદિરમાં સોનાની પ્રતિમા ચારસો કિલોની છે, ત્યાં ચાંદીની પ્રતિમામાં કોઈ કસર બાકી નહીં હોય તેમ માન્યા વિના છૂટકો નથી. આ સિવાય મથુરાના બધાં મંદિરો પણ બાળી નંખાવ્યા.[24],[25] આ આખી લૂંટબાજીમાં ધર્મને કેટલાં હજારો કરોડનું નુકશાન થયું હશે તેનો અંદાજ સુજ્ઞજનોએ કાઢી લેવો.
[5] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.2, 3.
[6] History of the Rise of the Mahomedan Power in India | Vol.1 | John Briggs | pp.9–11.
[7] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | pp.2–5.
[8] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Descreation in Pre–Modern India | Richard M.Eaton | p.63.
[9] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.5.
[10] History of India from the Earliest times to the Present Day | Book 2 | Chapter 2 | James H.Gense, S.J | p.94.
[11] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.5–6.
[12] The Oxford History of India | Part 1 | Vincent A. Smith, C.I.E., Oxford University press | p.205.
[13] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.7.
[14] History of India Down to the end of the Region of Queen Victoria | M. Prothero and Mahamahopadhyaya Satis Chandra Vidyabhusana | p. 246,247.
[15] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.10.
[16] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.10.
[17] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.10, 11.
[18] History of India Down to the end of the Region of Queen Victoria | M. Prothero and Mahamahopadhyaya Satis Chandra Vidyabhusana | p.247.
[19] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | pp.11–13.
[20] History of India from the Earliest times to the Present Day | Book 2 | Chapter 2 | James H.Gense, S.J | pp. 95–97.
[21] History of the Rise of the Mahomedan Power in India | Vol. 1 | John Briggs | p.34–35
[22] The History and Culture of the Indian People | Vol.5 | Chapter 1 | D.C. Ganguly, M.A., PH.D (London) | p.14.
[23] History Today–Journal of History and Historical Archaeology 2004–05 | The Early Muslim Historians on India–on Mahmud of Ghazni, T.P.Verma, Indian History and Culture Society | p.6.
[24] History Today–Journal of History and Historical Archaeology 2004–05 | The Early Muslim Historians on India–on Mahmud of Ghazni,T.P.Verma, Indian History and Culture | p. 6.
[25] History of India from the Earliest times to the Present Day | Book 2 | Chapter 2 | James H. Gense, S.J | pp. 95–97.