સંઘ સત્તાક – 1: કલિકાળમાં આપણી પાસે ઉત્કૃષ્ટ તપ – ત્યાગ – સંયમ પાળવાની, ઉપસર્ગ પરિષહોને સહન કરવાની શક્તિ કે ઉત્કૃષ્ટ મનોબળ, સત્વ આદી નથી….. એવા કાળમાં આપણા માટે જલ્દી તરવાનો અને દરેક આરાધનાનું સારી રીતે ફળ પામવાનો ઉપાય એ શાસનની સેવા અને શાસનનો રાગ છે. આ જગતમાં શાસનથી ઊંચું કઈ નથી… તીર્થંકરો પણ પૂર્વભવમાં આ શાસન થી જ પામ્યા છે અને “નમો તિત્થસ્સ” કહી શાસનનું ઋણ સ્વીકારે છે. શાસનની સાચી ભક્તિ, સાચો રાગ પામીએ અને બધાને પમાડવામાં નિમિત્ત બનીએ તો આ ભવ સફળ….!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.