Ep7 – Purvajo Kahe Che | Prabhudasbhai Parekh

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 7: In the words of Shree Prabhudasbhai Parekh

પેઢીએ હંમેશાં શાસનના હિતમાં જ કાર્ય કર્યું છે !!!
ખરેખર ?!!

પૂર્વજો કહે છે …

‘‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટની નિયમાવલી (બંધારણ)
…પેઢીને રજીસ્ટર કરવાથી થનારૂં ભારે નુકશાન –

આ સંસ્થાને રજીસ્ટર કરાવી લેવાથી શ્રી તીર્થંકર પ્રભુ સ્થાપિત જૈન શાસન સંસ્થા તથા શ્રી સંઘને જગતમાંથી અદૃશ્ય કરવાનો લાભ જગતમાં એક જ ધર્મ રાખવાની નીતિના પક્ષપાતી લોકો ઉઠાવી શકે તેમ છે. સંસ્થા રજીસ્ટર થવાથી એક બાજુ શાસન અને સંઘ તંત્ર રદ થવાની સ્થિતિમાં મૂકાઇ જશે, અને બીજી બાજુ પેઢી ચેરીટેબલમાં ગુંથાઇ જવાથી ધાર્મિક તરીકેના કાર્યો કરવા માટે ખાસ કોઇ સાધન નહીં મળે.

સરકારી રજીસ્ટરી થવાથી તે સંસ્થા તેના જ આદર્શો તથા હેતુઓ તરફ દોરવાયે જશે. પરમાત્માના શાસન તથા શ્રી સંઘના વફાદાર શ્રી મુનિમહારાજાઓ હશે, કે કોઇ શક્તિશાળી પુરુષ પાકે તો પણ કાંઈ ન કરી શકે તેવી સ્થિતિમાં ધર્મ મૂકાઈ જશે. કેમકે તે વખતે આગળ પડતાં કામ કરતી પેઢી ભૌતિક પ્રગતિવાદી સરકારના હાથમાં હશે.
એકંદર વખત જતાં જૈન શાસન, સંઘ, ધર્મ, શાસ્ત્રો અને ધાર્મિક મિલ્કતો રૂપ પાંચેય પાયા ગુમાવરાવવામાં આ પેઢી સક્રિય બની રહે તેમ છે…’’

શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(હિત-મિત-પથ્યં-સત્યમ્ તા. 11-2-1969નો અંક)

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય!

આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ. https://www.youtube.com/embed/YVCJ-rc4BTE