Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 5: In the words of Shree Prabhudasbhai Parekh
પેઢી બધું સમજી વિચારીને જ કરે છે !!!
ખરેખર ?!!
પૂર્વજો કહે છે …
‘‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટની નિયમાવલી (બંધારણ)
વ્યાખ્યાઓ પણ કેટલી વિચિત્ર અને અધૂરી છે !
જૈન એટલે ‘શ્વે. મૂ. જૈન’ એટલે શું ? તે કુટુંબમાં જન્મેલ તે જ જૈન ? કે તે પરંપરાની માન્યતાનો અનુયાયિ હોય તે જ જૈન ? બરાબર સ્પષ્ટીકરણ કેમ કર્યું નથી ? ભવિષ્યના વહીવટદારો ગુંચવાઇ ગુંચવાઇને હેરાન થઈ જશે.
શ્રીસંઘની વ્યાખ્યામાં જૈન શ્વે. મૂર્તિપૂજક શ્રાવક સંઘ માત્ર જ રાખ્યો છે. તો શ્રીસંઘમાં ગુરુઓને સ્થાન નથી ? તેઓશ્રી સંઘથી બહાર છે ? ખરી રીતે શ્રી ચતુર્વિધ શ્રમણ સંઘ અને શ્રી સંઘ એક જ અર્થના શબ્દો છે.
કેટલીક બાબતોના વહીવટો શ્રાવકોને કરવાના શ્રી સંઘે સોંપેલા છે. તેટલા માત્રથી શ્રાવકો પ્રતિનિધિ તરીકે જઈને પોતાનો મત આપી શકે નહીં. શ્રાવકો શાસનમાં મુનિમના સ્થાને છે, નહીં કે અધિકાર સંપન્ન સ્વતંત્ર પ્રતિનિધિના સ્થાને.
ગામડા ગામમાં પણ શ્રાવકો એ જ સંઘ નથી. તે પણ શ્રી ચતુર્વિધ શ્રમણ સંઘના રૂપમાં વહીવટ કરતા હોય છે.
પેઢીના હાલના કાર્યવાહકોને ખાસ ખાસ મુદ્દાની બાબતોનો પણ કશો ખ્યાલ નથી તે ભારે દુઃખ ઉપજાવનારી બાબત છે….’’
શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(હિત-મિત-પથ્યં-સત્યમ્ તા. 11-2-1969નો અંક)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય!
આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ https://www.youtube.com/embed/7RAZQVo9Ycw
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che