Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 34: In the context of P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad

પેઢીએ મહત્ત્વપૂર્ણ પગલાઓમાં મહાત્માઓનું માર્ગદર્શન લીધું જ છે ! ખરેખર ? પ્રવરસમિતિના પૂર્વજો કહે છે… “…શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વર્ષોંથી ગિરનાર તીર્થ સંબંધી તકરાર ચાલતી હતી. તે અંગે સૌરાષ્ટ્રના એકમ વખતે શ્રી શામળદાસ ગાંધીની મધ્યસ્થતાએ પેઢીએ સ્ટેટ સાથેની તકરાર છોડીને સમાધાન કર્યું હતું…

લખાણ અંગ્રેજીમાં હોવાથી પૂ. નંદનસૂરિજી મ.એ તે વાંચી સંભળાવવા તેમને કહ્યું. તેમણે તે લખાણનો ગુજરાતી અર્થ કહી સંભળાવ્યો…

એ સાંભળતાંની સાથે જ પૂજ્યશ્રીએ કહ્યું: “જેને માટે આપણે સ્ટેટ સાથે આજ સુધ લડતાં આવ્યા છીએ, અને ઘણું સહન કર્યું છે, તેમજ જે સ્થાન શ્રીનેમિનાથપ્રભુના કેવળજ્ઞાન તથા નિર્વાણુકલ્યાણકની ભૂમિ છે, તે પવિત્ર પાંચમી ટુંક આપણે હાથેકરીને આ સમાધાનમાં સ્ટેટને સેાંપી દીધી છે. એટલું જ નહિ, પણ ત્યાંના મુખ્ય દરવાજા ઉપરનો બંગલો કે જેમાં આપણે તીર્થરક્ષણ અંગેના સાધનો રાખીએ છીએ, તે તથા ગઢના મુખ્ય દરવાજાથી અંદર જવાનો રસ્તો, આ બધું આપણી – પેઢીની માલિકીનું જ છે. તે દરવાજો – બંગલો તથા રસ્તો પણ આપણે આ સમાધાનમાં સ્ટેટને સોંપી દીધાં છે. એ વાત આ સમાધાન સાંભળતાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ કોઈ રીતે વ્યાજબી થયું નથી. ખેર ! જેવી ભવિતવ્યતા.”…”

  • પ. પૂ. ગચ્છનાયક શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય નેમિસૂરિજી મ. સા. સાથેનો સંવાદ
    (શાસન સમ્રાટ પૃ. 317, 318)

પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે.

આપ બન્નેમાંથી કોનું માનવું?