Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 32: In the words of P. P. G. Shaasanprabhaavak A. Bh. Shri VijayRamsuriji M S (Dehlawala), P. P. G. Shaasanprabhaavak A. Bh. Shri SubodhSagarsuriji M S and P. P. G. Shaasanprabhaavak A. Bh. Shri VijaySuryodaysuriji M S ,

પેઢી તીર્થોના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોમાં શ્રમણોની સૂચના મુજબ જ કાર્ય કરતી આવી છે ! ખરેખર? પ્રવર સમિતિના પૂર્વજો કહે છે…

“…. જૈનોના ગચ્છાધિપતિ શ્રી રામસૂરી મ.સા. ડહેલાવાળાના પ્રમુખપદે ડહેલાના ઉપાશ્રયમા સાધુ મહારાજ સાહેબોની આ બેઠક મળી હતી…… ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગર મ.સા. આચાર્ય મહારાજ સૂર્યોદય સૂરી મ.સા….. તથા અન્ય સાધુઓ સહિત ૩૦ ઉપરાંત મ.સા.ની આ બેઠકમાં શ્વેતાંબર જૈન આગેવાનોની નિષ્ક્રિયતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી….. ગુજરાતભરમાથી મહારાજ સાહેબોએ વ્યાખ્યાનમાં જૈનોને સોનાના આભૂષણો અને રુપિયા આપવાનું જણાવતા મોટા પ્રમાણમાં સોનાના આભૂષણો અને ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. તે સોનું આણંદજી ક્લ્યાણજીની પેઢીને સમેત શિખરના પ્રશ્ને લડત લડી લેવા આપવામાં આવ્યું હતું. પ્રચંડ આંદોલનઓનું અને ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. છતાં મહારાજ સાહેબને આ મુકદ્દમા અંગે માહિતીઓ આપવામાં આવી ન હતી…..”

  • પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય રામસૂરિજી મ. સા. (ડહેલાવાળા)
  • પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આ. ભ. શ્રી સુબોધસાગરસૂરિજી મ. સા.
  • પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મ. સા. ની નિશ્રામાં યોજાયેલી મીટિંગનો 19- 07- 1997 ના રોજ સંદેશમાં છપાયેલો અહેવાલ

પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે. આપ બન્નેમાંથી કોનું માનવું ?