ભગવાને પણ કહ્યું છે કે શાસનની મૂળ વ્યવસ્થા સ્થાપિત કરવામાં સહાયક થશો તો જિનશાસનનો, સંઘનો ખરો ઉદ્ધાર થશે અને એ જ ખરી સેવા થશે. આજે પ્રભુવીરના શાસનને 2500 વર્ષ વીતી ગયા છે. ભસ્મગ્રહ પસાર થઈ ગયો છે. હવે શાસનની વ્યવસ્થાનો પુનરુદ્ધાર કરવા, તેને ફરી revive કરવા પુરુષાર્થ કરીએ તો ચોક્કસ સારું પરિણામ આવશે !!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.