નિવેદક : આદ્ય ગચ્છસ્થાપક ગીતાર્થ ગુરુ, મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા. ના પટ્ટધર, ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પંડિત મહારાજ સાહેબ)
જગજયવંત જિનશાસન …
સમગ્ર વિશ્વમાં અજોડ ગરિમાવંત શાસન …
તેનું જ એક ગૌરવપૂર્ણ અંગ એટલે તરણતારણહાર તપાગચ્છ
આ તપાગચ્છ ઉપર વર્તમાનમાં વિકરાળ આપત્તિનો સકંજો છવાઈ રહ્યો છે…
વિશાળ અખંડ તપાગચ્છને પક્ષીય આગ્રહો ના નામથી ટુકડાઓમાં ફેરવી દેવાની કાર્યવાહી આરંભાઈ ચૂકી છે..
નાના-નાના માન્યતાભેદ, આચરણાઓ કે સામાચારીઓની વિવિધતા, શાસ્ત્રદ્રષ્ટિએ
મહત્ત્વનાં ન હોય તેવાં મુદ્દાઓ, તત્ત્વસ્થાપન માટે અનાવશ્યક મતભેદો આગળ ધરીને દેવસૂર ગચ્છ કે આણસૂર ગચ્છ, એક તિથિ પક્ષ કે બે તિથિ પક્ષનાં બેનરો હેઠળ તપાગચ્છને ઢાંકી દેવાની દુઃખદ ઘટનાઓ આકાર લેવાં લાગી છે.
સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંઘના- શાસનનાં કેટલાંય મહત્ત્વના કાર્યોની ઉપેક્ષા કરે છે અને પોતાનું કર્તવ્ય બજાવતી નથી.
તેમનું પક્ષીય ઢળાણ પણ પ્રતિનિધિત્વને ખૂબ ધક્કો પહોંચાડનારું છે.
આ વર્તમાન પરિસ્થિતિના ઘણા કટુ પરિણામો છે!
તપાગચ્છની વર્તમાન વિશમ પરીસ્થિતિની જાણકારી ભારતભરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સુધી પહોંચે અને તેઓ જાગૃત થાય તે માટે maximum જૈનોને આ લીંક ફોરવર્ડ કરવા વિનંતી