Vijay Prasthan 4 – coming soon

સિંહશૌર્યના ધારક, સંઘ–શાસન–તીર્થરક્ષકના ગચ્છમાં પ્રવેશવા એક બાલસાવજની સંયમપંથે સત્ત્વભરી પાપા પગલી…

વિરોધનાં વંટોળ વચ્ચે વીર્ય પ્રગટાવી વિરતિપંથે પ્રયાણ કરતા વીર-સુભટના શૂરવીર કદમ… સત્યના પક્ષે અડગ રહેવા સત્ત્વ જરૂરી છે…

વિરોધનાં વંટોળને ખાળી વીરકદમ ભરવા ખમીર જરૂરી છે…

વીરપંથે ઊગતી યુવાનવયે જીવન સમર્પણ કરવા શૂરવીરતા જરૂરી છે…

કલિકાળના વા–વંટોળમાં પણ શાસનનો ટમટમતો દીવો જળહળતો રાખવા શાસનરાગનું ઝમીર જરૂરી છે…

સિંહસત્ત્વ અને શૌર્યધારક ગચ્છાધિપતિશ્રીના ગચ્છમાં પ્રવેશવા સાહસિકતાનું હીર જરૂરી છે…

વીરતાની હદ ઓળંગનાર એવા વીર મહાપુરુષના શરણે વીરબાલનું આત્મસમર્પણ એટલે
ઋષીલકુમારનું વિજયપંથે વીર પ્રસ્થાન !!

પાવન દિવસ : 07/05/2022

પાવન નિશ્રા : પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા