Tame Shasan Na Sabhyo Cho | Mahasattvashali – 35

તમે શાસનના સભ્યો છો, સંઘમાં બેઠા છો, તો તમારું કર્તવ્ય આવે છે કે શાસન રક્ષાનો પ્રશ્ન આવે ત્યારે ઉદ્યમશીલ બનો…

અને શાસનના રાગ કે ભક્તિથી કરશો તો તમારા આત્માને આનાથી મહાન લાભ થશે !!

તમને થવું જોઈએ કે આવું ઊંચું, અદ્દભૂત શાસન મહાપુન્યોદયે મળ્યું છે…

અને તેની સેવા કરવાનો આ તો અદ્દભૂત અવસર છે !!

તો જેને જરાપણ શાસનની દાઝ હોય, એને શાસનની ગંભીર પરિસ્થિતિને સમજવા, જાણવા પ્રયત્ન, પુરુષાર્થ કરવો જોઈએ…

પણ જૈનોને પોતાના વેપાર-ધંધામાંથી શાસન માટે સમય મળશે ખરો..??

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.