એમ નહી માનતા કે મને પોતાને કંઈક તકલીફ આવી છે એટલે બોલું છું. હું ગમે તેટલી માન-અપમાનની અવસ્થામાં પણ આનંદથી રહી શકું, ઊંઘી શકું છું, જિનવચનનું ચિંતન કરી શકું છું. દેવ-ગુરુ-ધર્મ પસાયે અમારી પ્રાથમિક જરૂરીયાતો પૂરી થાય છે. પરંતુ શાસન-સંઘમાં આ બધું ચલાવશું, આંખ આડા કાન કરશું તો શાસનનું ભાવિ શું તે બધાએ વિચારવા જેવુ છે. -પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા