અમે તો શાસનની વફાદારીના કારણે મૌનપણે સહન કર્યું છે, પણ સાચા સાધુની સાથે આવું વર્તન શ્રાવકોના કપાળે કલંક સમાન છે… કેમકે જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘનો ઉપાશ્રય અને તેમના બંધારણ પ્રમાણે તપાગચ્છના સાધુને ઉતરવાની તેઓ ના ન પાડી શકે. છતાં બધાથી ઉપરવટ થઈને ઠરાવ પસાર કર્યો, જે ગેરબંધારણીય તો છે પણ ગેરકાયદેસર અને શાસ્ત્રવિરુદ્ધ પણ છે… અને તે ઠરાવનું જોહુકમી દોરદમામ અને દબાણથી પાલન કરાવ્યું છે… ત્યાં સુધી કહેવાયું કે ભારતભરના સંઘોમાં ક્યાંય એમને સ્થાન ન મળે એવું કરવાનું છે…..!
જે સાધુ કે શ્રાવકના આવા ભાવ હોય, આવા પરિણામ હોય, તેમના મોઢે શાસ્ત્રીય અવગ્રહની વાત પણ શોભે છે?
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.