અમારે તો ઉપર આભ અને નીચે ધરતી છે… મેં મારા સાધુ-સાધ્વીને પણ કહી દીધું છે કે તમને ઉપાશ્રયની ચિંતા હોય, સંઘોમાં વિચરણ કરવા માંગતા હો, તો ખુશીથી બીજે જઈ શકો છો! છતાં બધા ઉલ્લાસથી શાસનના કાર્યોમાં મારી સાથે રહ્યા છે અને સુંદર રીતે શાસનની સેવા, આરાધના કરે છે… પરંતુ આજે જૈનસંઘની પરિસ્થિતિ ક્યાં આવીને ઉભી છે, એ શાસનના હિતચિંતકોએ વિચારવા જેવું છે… સાધુના અમ્મા–પિયા થવાનું તો દૂર, પણ સાચા સાધુને આજે એ રીતે avoid કરાય છે, એ રીતે કનડવામાં આવે છે કે ભવિષ્યમાં સત્યને રણકાર સાથે બોલનાર એકપણ ખમીરવંત સાધુ પાકી ન શકે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. #jainism #truth #jain #jaindharm #jinshasan