પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા.
જીવે આ સંસારમાં અનંતીવાર પાપોનો વિરામ કર્યો, અર્થાત્ લબ્ધિમનમાંથી પણ પાપના ભાવો શાંત કર્યા, જેના ફળરૂપે જીવ અનંતીવાર નવમાં ગ્રૈવેયકે પણ જઈ આવ્યો. શુભભાવો ઉપયોગમન અને લબ્ધિમન સુધી છવાઈ ગયા.. દોષો લેશમાત્ર ન દેખાય એ રીતે ગુણોથી આખે-આખો છવાઈ ગયો. અનંતીવાર સમતાધારી મહાત્મા જેવું મન શાંત કર્યું. પણ કઈ રીતે? અંદરમાં રાગ-દ્વેષ, ક્રોધ, અહંકાર આદિના મૂળીયા અકબંધ રહ્યા અને ઉપરથી ડાળી-ડાખળાં એ રીતે સાફ કર્યા કે જાણે ઝાડ હતું જ નહીં એવું લાગે.અર્થાત્ મનની સપાટી પર એક પણ અશુભ ભાવ નથી.. પરંતુ આશ્ચર્યકારી ઘટના એ બની કે જીવે ઘણાં ગુણો પ્રાપ્ત કરવા છતાં એ પાયાના ગુણો ન પામી શક્યો, અને ઘણાં દોષો કાઢવા છતાં પાયાના દોષો સાફ ન કરી શકયો. એના મૂળીયા અકબંધ રહી ગયા.. એટલે ફરી દોષોથી ઘેરાતા વાર ન લાગી…
પુરુષાર્થ તો ગુણો માટે જ કરેલો, છતાં ખામી ક્યાં રહી ગઈ? દોષોના ત્યાગ માટે ભગીરથ પુરુષાર્થ કરવા છતાં અંદરમાં શું ખૂટ્યું?? આત્મામાંથી પાપના મૂળીયા કેમ ઉખેડી ન શક્યો?? ગુણોનું બીજાધાન કેમ ન કરી શક્યો?? મોક્ષમાર્ગમાં પ્રવેશી પણ ન શક્યો અને મોક્ષમાર્ગથી બહાર રખડતો રહ્યો.. આવું કેમ થયું?? ખૂટતી કડી શું છે?
સંશોધક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના પટ્ટધર આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્ય શ્રી કલ્પભૂષણસૂરિજી મ. સા.
અને
આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા.
સંપાદક : પરમ
વોઇસ ઓવર : ઉમા બેન મેહેરા