ઓ સુવિહિત ગચ્છનાયક!
ઓ વિજય પ્રસ્થાનના મહાસારથી!!
આપે તત્વનું સિંચન કરીને લાયક જીવોને આપના સુવિહિત ગચ્છમાં સ્થાન આપ્યું…
આ કલિકાલમાં જીનાજ્ઞાનુસારી ગચ્છનો ટમટમતો દીવો આપે પ્રકાશિત રાખ્યો છે..
પ્રભુવીરના શાસનને વહન કરવામાં આપે એક પ્રભાવક પટ્ટધરની ભૂમિકા નિભાવી છે.
આપની યોગમાર્ગની અનુપમ વાણી, આપની જીનવચનની નિષ્ઠા અને આજ્ઞાપાલનની કટિબદ્ધતાથી ઓવારીને અમારું મન પણ આ ગચ્છમાં પ્રવેશ પામવા થનગની રહ્યું છે…
આ અંતર આનંદથી પોકારી ઉઠ્યું છે કે
“મને સાચા સદગુરુ મળ્યા રે…મને વિજયપંથે લઈ જનારા રે..”
રોજ ઉગે નવી સવાર, રોજ મળે નવી રાહ.
રોજ તમે લઈ જતા, આ સૃષ્ટિને પેલે પાર.
દ્રષ્ટિ નવી, સૃષ્ટિ નવી, સત્ય નવ ઓળખાયું.
સુખ ખરું આતમમાં, જડમાં શું રાચવાનું
મને સાચા સદગુરુ મળ્યા રે,
મને વિજય પંથે લઈ જનારા રે,
હો વિજયપ્રસ્થાનકારા રે,
યુગભૂષણસૂરી ગચ્છરાયા રે…
મારગ છે શુરાનો, કામ નહીં કાયરનું.
તત્વ તો સૂક્ષ્મ ઘણું છે, ગુરુરાજે મને સમજાવ્યું.
મુજ હૃદય વિંંધાયું, ભીંજાયું હવે..
બીજ તત્વનું આતમમાં રોપાવ્યું તમે..
ગુરુ ચૈતન્ય બનીને ધબકયા રે…
મને સાચા સદગુરુ મળ્યા રે,
મને વિજય પંથે લઈ જનારા રે,
સુખ ના જડે સાધનમાં, ભોગો થી હું ભોગવાયો..
બાંધે મને બંધનમાં, ગુરુરાજે મને છોડાવ્યો.
સાચી સંવેદના, આતમની, જગાડી તમે..
આગ તૃષ્ણાની , કષાયની, બુઝાવી તમે..
ગુરુ પુષ્કર મેઘ બની વરસ્યા રે…
મને સાચા સદગુરુ મળ્યા રે,
મને વિજય પંથે લઈ જનારા રે…