Ranakpur Satyavalokan

                                                                                                                            

 તા. ૨૨/૧૧/૨૦૨૨, મંગળવાર

ગીતાર્થ ગંગા, બોરિવલી, મુંબઈ

જાહેર નિવેદન

ત્રીજી નવેમ્બરની તારીખવાળો ૧૮ પાનાનો એક લેખ હમણાં – હમણાં મારી જાણમાં આવ્યો છે.

તેમાં, રાણકપુરનું સત્યવલોકન સંક્ષેપમાં એવું શીર્ષક આપવામાં આવ્યું છે, પરંતુ અનેક અસત્યો અને વિરોધાભાસો મૂકવા દ્વારા તથા અમુક અગત્યની જાહેર માહિતીઓ છુપાવી દેવા દ્વારા આ લેખને અસત્યાવલોકનનું સ્વરૂપ આપી દેવામાં તે લેખ લખનારે કચાશ રાખી હોય તેવું દેખાતું નથી.

વળી, compile કરેલા આ લેખના અંતે સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે, (ડોક્યુમેન્ટ તૈયાર કરનારનો આ વ્યકિગત અભિપ્રાય છે).

અર્થાત્ જેની નામ આપવાની પણ નૈતિક હિંમત નથી, એવા કોઈ અજ્ઞાત વ્યક્તિએ વ્યક્તિગત અભિપ્રાય રૂપે આ લેખ તૈયાર કર્યો હોય તેવું જણાય છે.

વર્ષોથી મારી આ પદ્ધતિ રહી છે કે, નનામાં સવાલોનાં – વિવેચનોનાં કે અનાવશ્યક લખાણોનાં પ્રત્યુત્તર આપવાની ભાંજગડમાં પડવું નહીં.

પરંતુ, આ લેખમાં અમુક એવા જૂનાં-જૂનાં દસ્તાવેજોનો હવાલો આપીને વર્ણન કરાયું છે, જે દસ્તાવેજો આણંદજી કલ્યાણજી પેઢી સિવાય કોઈની પાસે હોવાની સંભાવના પ્રાયઃ નથી.

શ્રી સંઘનાં ગચ્છાધિપતિઓને પણ પેઢી જે દસ્તાવેજો આપતી નથી, તેવાં દસ્તાવેજોની માહિતી આ લેખ તૈયાર કરનારને આપવામાં આવી હોય તેવું દેખાય છે. આ હકીકત એવું દર્શાવે છે કે, રાણકપુરનું સત્યવલોકન સંક્ષેપમાં, આ લેખને પેઢી સાથે પાછલે બારણે link છે.

અહીં મારું સ્પષ્ટપણે જણાવવાનું છે કે, જો પેઢીને ઉપરોક્ત લેખમાં મૂકાયેલી વાતો મંજૂર હોય, તો તે લેખમાં ટાંકેલી અનેક જુઠ્ઠી અને વિરોધાભાસી વાતોનો આધાર સાથે રદિયો આપવાની મારી તૈયારી છે.

બાકી પાછલે બારણે આવા લેખો પ્રકાશિત કરાવીને શ્રી સંઘને ગેરમાર્ગે દોરવો, કોઈ રીતે શોભાસ્પદ કે ઉચિત નથી. શાસનને ભારે નુકસાન કરે તેવી ભૂલોને છાવરવા આવા રસ્તા ક્યારેય હિતકારી બનવાના નથી.

હા, ભૂલોનો સુધારો કરવાની તત્પરતા હોય તો જાહેર ચર્ચા કર્યા વિના પણ યોગ્ય ઉપાયો આદરી, શાસન અને તીર્થોની મહાન સુરક્ષા ચોક્કસ થઈ શકે.

આવી સદ્બુદ્ધિ સૌમાં જાગે, તેવી પ્રભુને પ્રાર્થના.

(ગ. આ. વિજય યુગભૂષણસૂરિ)