આપણા પૂર્વજો સંઘ, શાસન કે તીર્થનો વારસો…
જેટલો બચે એટલો બચાવી લેવા પ્રાણનો ભોગ આપવા તૈયાર હતા…
અને આજે અંદરના લોકો દ્વારા જે આપણા પ્યારા જિનશાસનને…
ખોતરવામાં આવી રહ્યું છે… જિનશાસનની અસ્મિતા ખંડિત થાય,
એની વ્યવસ્થાઓ તૂટી પડે, તીર્થોનો વિનાશ થતો સ્પષ્ટ દેખાય…
છતાં રક્ષાનો ભાવ પેદા ન થાય, પણ ઘોર ઉપેક્ષાનો પરિણામ હોય,
તો એ ખરા શાસનના રાગી નથી, પરંતુ એ દુશ્મન કે વિરોધીનું કામ કરી રહ્યા છે…!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા.