આ જિનશાસન આપણા સુધી પહોંચ્યું,
એમાં આપણા પૂર્વજોને કેવા કેવા સંકટો
અને આક્રમણોનો સામનો કરવો પડ્યો હતો,
એનો ઇતિહાસ વાંચો, તો રૂંવાડા ઉભા થઈ જાય…
કેટલાય સાધુઓ, અને શ્રાવકોની હત્યા થઈ, કેટલાંય તીર્થો ધરાશાહી થયાં,
કેટલાંય જિનાલયો જમીનદોસ્ત થયાં, અને હજારો પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી છે…
છતાં ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ આજે
શાસનનો ઘણો અમૂલ્ય કહેવાય એવો વારસો આપણને પ્રાપ્ત થયો છે…
પરંતુ હવે જે બચ્યું છે, એમાંથી કંઈ ગુમાવવું ન પડે, એની માટે તમને કોઈ ચિંતા કે planning છે ખરું??
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
#jain #jainism #jaindharm #jinshasan #truth #ranakpur #palitana