Naysar ! Prabhu Veer No Pehelo Bhav | Kariye Veer Vandana- 3

નયસાર ! પ્રભુવિરનો પહેલો ભવ ! શું વિશેષતા હતી આ ભવની તે વિચારીએ. નયસાર દયાળુ, પરોપકારી, સજ્જન, ઉદાર હતો. કોઈના દોષ જોઈને નિંદા કરવી કે એના પ્રત્યે હલકું વર્તન કરવું, એવો એનો સ્વભાવ નહોતો. શાસ્ત્ર કહે છે કે, આના કરતા ચડિયાતા ગુણો વીર પ્રભુના આત્માએ ભૂતકાળમાં અનંતી વાર મેળવ્યા, છતાં એ ભવોની નોંધ ન લેવાઈ. આ ભવની નોંધ લેવાઈ કારણ કે હવે એનામાં લાયકાત ખીલી ગઈ છે. જન્મથી જ એનામાં સત્યને સ્વીકારવાની receptivity છે. જો આવી લાયકાત, receptivity, સત્યને સ્વીકારવાની, સાચું મૂલ્યાંકન કરવાની, સત્યને શ્રદ્ધા-રુચિ રૂપે અપનાવવાની તૈયારી હોય તો you are qualified. નયસારમાં આ qualification હતું. હે પ્રભુ ! આપ તો qualified થઈને મોક્ષે પહોંચી ગયા, હું ક્યારે qualify થઈશ? તુજ ગુણનું આલંબન લઈ, મુજ પાત્રતા ક્યારે ખીલે…
—————
Music from #InAudio: https://inaudio.org/
Inspirational Romantic Cinematic by Infraction [No Copyright Music] / Beautiful Wonder