50. માનવભવના વખાણ કેમ કર્યા..??
તમને મળેલા મનમાં ચાર પ્રકારની શક્તિઓ છે… (૧) સંવેદનશક્તિ, (૨) વિચારશક્તિ, (3) સમજણશક્તિ, (૪) પરિવર્તનશક્તિ… આ ચાર શક્તિઓથી આપણે મનની કાયાપલટ કરી શકીએ… મનુષ્યના મનમાં આ ચાર શક્તિઓ જેવી છે તેવી બીજાના મનમાં નથી… જ્ઞાનીઓ પણ માનવભવના વખાણ આના કારણે જ કરે છે..!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.