કોઈ માણસને ધંધામાં કરોડ રૂપિયાનું નુકસાન થાય, પણ એ વખતે તે બહારગામ હોય અને તેને ખબર ન પડે. તો નુકસાન થયું એનો શોક થાય..?? ના. કારણ કે તે જાણતો નથી અને જાણ્યા પછી પણ જો એની ખરાબ અસર ન લે, તો તેને દુઃખ ન થાય. જાણ્યા પછી અંદરમાં જો આઘાતની લાગણી થાય, તો જ તેને દુઃખ થાય. માટે દુઃખ અપાવનાર શોકની લાગણી છે, નુકસાન નહીં..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.