Lyrics, શરણ સાચું રે.. :
પરમપંથ કેરી આશ, મન થયું અધીર આજ,
તરવાને જંગી જહાજ, શરણ તાહરું..
ભવસમુદ્ર છે અગાધ, ડૂબતો હું હાથ ઝાલ,
તાર ગુરૂ તાર મને, શરણ તાહરું..
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે…
ગચ્છ શિરતાજ ગુરૂ, શરણ સાચું રે..
મોહની આંખે જગને જોઉં, મુજને હું ભૂલ્યો..
દેહના પિંજરમાંહે પુરાયો, ભવમાં ખૂબ ભમ્યો..
હો..તત્ત્વનું અંજન કરો ગુરૂવર, આંતર દ્રષ્ટિ દ્યો..
તારા ભરોસે નાવ મારી, યુગભૂષણસૂરિરાજ રે…
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે..
ગચ્છ શિરતાજ ગુરૂ, શરણ સાચું રે..
હૈયે મને લાગ્યો રાજ, તુજ વચનનો રંગ આજ..
તાર ગુરૂ તાર મને, શરણ તાહરું…
પરમપંથ કેરી આશ, મન થયું અધીર આજ,
તરવાને જંગી જહાજ, શરણ તાહરું..
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે..
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે…
હો.. સિદ્ધિનાં મહાપંથમાં જો તારો મળે સથવારો,
સિંહબાળ આ સિંહના પગલે, થાશે એકે હજારો..
શિવરસ મુજ પર વરસાવો..
આતમ સત્ત્વને અજવાળો..
હવે ન છોડું હું શરણ તાહરુ, ચરણે મુજને રાખ..
મારગ ભૂલી ન જાઉં ગુરૂવર, કલા એવી શીખવાડ..
આતમ શત્રુઓને પીછાણું, આપો એવી આંખ..
જીતવા મોહને તારી સંગે, કરું વિજય પ્રસ્થાન રે..
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે..
ગચ્છ શિરતાજ ગુરૂ, શરણ સાચું રે..
પરમપંથ કેરી આશ, મન થયું અધીર આજ,
તરવાને જંગી જહાજ, શરણ તાહરું..
ભવસમુદ્ર છે અગાધ, ડૂબતો હું હાથ ઝાલ,
તાર ગુરૂ તાર મને, શરણ તાહરું..
મહાપુણ્યોદયે ગુરૂવર, આપ મળ્યા..
જાણે સાક્ષાત તીર્થંકર મળ્યા..
ગુણોથી ઓવારી ગયું હૃદય..
હવે જીવન વિતાવું આપના શરણમાં..
શરણ સાચું રે.. તારું શરણ સાચું રે..
ગચ્છ શિરતાજ ગુરૂ, શરણ સાચું રે..
યુગભૂષણસુરિરાજ, તારું શરણ સાચું રે..