મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક મોટા ગામના મુખી તરીકે જન્મેલો નયસાર જન્મથી non jain હતો. એક સદગ્રહસ્થ યોગ્ય ઢગલાબંધ ગુણો તેનામાં હતા. મુખી તરીકે ગામ પ્રત્યેના બધા કર્તવ્ય અદા કરતો હોવાથી લોકમાં અત્યંત પ્રિય હતો. એક વાર મોટા સાર્થ સાથે બીજે ગામ જવા નીકળ્યો. બપોરે ભોજનનો સમય થતાં વિચારે છે કે, પહેલા કોઈકને અન્નદાન કરી પછી હું ભોજન કરું. બીજાને એક ભાગ આપી પછી ભોજન કરવું આ આર્યદેશની પરંપરા હતી. આ આચાર આર્યદેશમાં ઘરે-ઘરે હતો. આપણને જે ભોગ મળ્યા એ એકલા ભોગવીએ અને કોઈને સહભાગી ન બનાવીએ, તો આપણે સ્વાર્થી ગણાઈએ. હે વીર ! નયસારની જેમ હું સ્વાર્થ છોડી પ્રકૃતિથી સુંદર ક્યારે બનીશ? હે વીર ! બનશે ક્યારે મારું જીવન ગુણમય આપ સમ !
—————
Music from #InAudio: https://inaudio.org/
Inspirational Romantic Cinematic by Infraction [No Copyright Music] / Beautiful Wonder