27 Bhavo Ni Yatra Ma | Kariye Veer Vandana – 2

27 ભવોની યાત્રામાં શું નયસારના ભવ પહેલા વીરપ્રભુના કોઈ ભવ નહોતા ? હતા.

આનંતા અનંત ભવ હતા. પણ તેની કોઈ value ન થઈ. જેમ ઘણા લોકો જન્મે, મોટા થાય, ભૌતિક વસ્તુઓ મેળવે અને ભોગવે. એમાં જ ભવ પૂરો કરે. આત્માને gain શું? એ તો આગળના ભવમાં હતો. એવો જ ખાલીખમ રહ્યો.

No progress, no gain, no upliftment, no development. આ રીતના valueless ભવો વીરપ્રભુના, મારા, તમારા બધાના થયા.

ભવની value થાય એના માટે you must be extraordinary, special.

હે વીર ! આપ extraordinary થયા. એટલે જ તરી ગયા.

હે વીર ! તુજને હો નમન ! તુજ વીરતા મુજમાં વસે.