Veer Shasan Na Subhat Ne Vandana – Dedicated to P.P. Gachchadhipati Shree Yugbhushansuriji Maharaja

વીર શાસનના સુભટ ને વંદના :

વંદના
એ વીર યુગભૂષણસૂરિને વંદના

રક્ષા કાજે કેસરી સિંહ ગર્જના…
એ વીર યુગભૂષણસૂરિને વંદના..
વીરપ્રભુના વીર વંશજ જે ખરા..
એ વીરશાસનના સુભટને વંદના..

શૌર્ય, સાહસ, સિંહસત્ત્વને ધારતા..
આપત્તિઓને હસતાં-હસતાં નિવારતા…
કષ્ટની ઝડીઓ, વિરોધીના ઝખમ…
ખુલ્લી છાતીએ સહુ સ્વીકારતા..
વીર યોદ્ધા બની જે શાસન રક્ષતા..
એ વીર યુગભૂષણસૂરિને વંદના.
એક રક્ષક વીર કેરા પંથના..
એ વીર શાસનના સુભટ ને વંદના..

વંદના… વંદના… એ વીર યુગભૂષણસૂરિને વંદના… (૨)
એ વીર શાસનના સુભટને વંદના..

વચનમાં સચ્ચાઈનો રણકાર છે..
પરમની નિષ્ઠાતણો ખુમાર છે..
સન્માર્ગની રક્ષાતણો નિર્ધાર છે..
તેથી ખરા યુગપુરુષના અવતાર છે..
સંત ખરા જે શાસન કાજે, તીર્થ કાજે આહુતિ આપે.. અને રક્ષા કરે..

રક્ષાકાજે પ્રાણ પણ જે અર્પતા..
જિનાજ્ઞા કાજે સર્વ નિજ સમર્પતા…
શાસન કાજે ગર્જના ગરજાવતા…
એ વીરશાસન કેસરીને વંદના..

તીર્થ વિનાશથી હૈયું જેનું ભરાયું છે..
પ્રભુશાસનની અવનતીથી ઘવાયું છે…
પ્રભુની આજ્ઞા મસ્તકે અવધારી છે..
કલિકાલમાં પણ જીવનભર એ પાળી છે..
નસેનસમાં શાસનરાગનું રક્ત છે..
શ્વાસે શ્વાસે શાસન કેરો નાદ છે….
હદયની હર ધડકને શાસન રમે..
રોમે રોમે શાસન ભક્તિ ઝગમગે..
એ વીર યુગભૂષણસૂરિને વંદના..
એ વીરશાસનના સુભટને વંદના..
એ વીરશાસન શૂરવીરને વંદના…
એ વીરશાસન કેસરીને વંદના…