Aavo Ne, Padharo | Gruh Pagla At The House Of Nitinkumar Rameschandra Mehta | New Song

નવું ગુરુ સમર્પણ ગીત…
🎼આવો ને, ગુરુરાજ મારા હૈયે…

ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજાના ચતુર્વિધ શ્રી સંઘ સહ સુશ્રાવક શ્રી નિતીનભાઈ રમેશચંદ્ર મહેતાના ગૃહાંગણે પાવનકારી પગલાં હાઈલાઈટસ્…

🎼Song Lyrics :
મારા નાથ બનવા… મને શુદ્ધ કરવા…
આવો ને… ગચ્છરાજા…
આવો ને, પધારો મારા હૈયે…
આવો ને, ગુરૂરાજ મારા હૈયે…

ગુરૂવર, વધાવું સાચા હીરલે,
બિછાવું આંગણે મોતી,
મારા મનની શેરી, શણગારી પ્રેમથી…
ગુરૂવર, પધારો આતમ મહેલે
એકવાર જુઓને હેતે,
વરસાવો કરુણા, પાથરીએ પ્રાણને… આવો ને… ૧

સત્યની શોધમાં, તત્વની ખોજમાં,
યુગ-યુગથી બાવરો, ભમતો ભવકાનને …
પર્વતની કંદરે, ગુફાઓને જંગલે,
શોધીને થાક્યો હું, પામ્યો ના તત્વને…
ગુરૂવરની આંખોમાં, હ્રદયની ધડકને
સત્યનો રણકો જોયો, આતમના હર ખૂણે…

ગુરૂવર, તમે ધોધ બનીને વરસો,
રસથાળ ગુણોનો પીરસો,
વરસાવો કરૂણા, ઝીલીએ તત્વને…
ગુરૂવર, તમે તેજ બનીને ઝલકો,
એવું અમૃત આંખે આંજો,
વરસાવો કરૂણા, સાધીએ લક્ષ્યને… આવો ને… ૨

તૃષ્ણાની આગમાં, મમતાની બાથમાં,
બાળ્યો મેં માંહ્યલોને, હાર્યો હું સત્વને…
નિષ્પ્રાણ થઈને, હું જોઉં ના સત્યને…
લાખ ઉપકાર તોયે, ચૂકું છું અવસરે…

(ગચ્છરાજા… ગુરૂદેવા… વરસાવો… કરૂણા…)

સત્તા-સંપત્તિ તુજને, જરીયે ન રીજવે,
મૈત્રીનો ધોધ તુજમાં, સ્વાર્થના લગીરે…
શાસનનો રાગ જેની નસનસમાં રણઝણે,
રક્ષાનો જોમ જેની રગરગમાં ઉછળે…
ગુરૂવર, તમે ભેખ લીધો રક્ષાનો, જિનશાસાનની નિષ્ઠાનો,
વરસાવો કરૂણા, ભૂષણ યુગ-યુગના…
ગુરૂવર, અમે નાથ તમોને માન્યા, અમે સાથ તમારી ચાલ્યા,
સંકલ્પ મારો કરીએ સમર્પણમ્…
આવો ને….

ગુરૂવર, વધાવું સાચા હીરલે…
બિછાવું આંગણે મોતી
મારા મનની શેરી, શણગારી પ્રેમથી…
ગુરૂવર, પધારો આતમ મહેલે
એકવાર જુઓને હેતે,
વરસાવો કરુણા, પાથરીએ પ્રાણને…

મારા નાથ બનવા…
મને શુદ્ધ કરવા…
આવો ને…
ગચ્છરાજા…
યુગભૂષણસૂરિ…
ગચ્છરાજા…
.
.
.
#jainsong #guru #jainism #jain #jainchannel