તુઘલખ વંશનાં સુલતાનોનાં આક્રમણો :–
ત્યારબાદ તુઘલખ વંશના રાજાઓએ ભારતીય ધર્મો ઉપર હાથ અજમાવવાનો શરૂ કર્યો હતો.
ઈ.સ. ૧૩૨૩માં આંધ્રપ્રદેશના વારંગલ શહેરનું પ્રસિદ્ધ સ્વયંભૂ શિવ મંદિર[1] તથા નિઝામાબાદ અને નલગોંડાના વિશાળ મંદિરો તુઘલખ રાજકુમાર ઉલુઘખાને તોડી પાડ્યાં અને પુષ્કળ સંપત્તિ તફડાવી ગયો હતો.[2]
ઈ.સ. ૧૩૨૫થી ૨૫ વર્ષ સુધીમાં સુલતાન મહમ્મદ તુઘલખે હોયસાલા, મદુરાઈ વગેરે દક્ષિણ ભારતના અનેક સમૃદ્ધ સામ્રાજ્યોને ધૂળ ચાટતાં કર્યા હતાં. સાથે ત્યાંના મંદિરો તોડીને સંપત્તિ લૂંટી લેવાનું ભૂલાયું નહોતું.[3]
ઈ.સ. ૧૩૫૯માં ફિરોઝ ખાન તુઘલખ પ્રસિદ્ધ તીર્થ જગન્નાથ પુરી પર ચડી આવ્યો. તે મંદિર તોડી અબજોની સંપત્તિ લૂંટી ગયો.[4]
ત્યારબાદ ૫૦ વર્ષના સમયગાળામાં મહમ્મદ શાહ, મુસ્લિમ સેનાપતિ બહાદુરખાન વગેરે આક્રમણકારોએ તેલંગણા,[5] હરિયાણા, ગુરગાંવ વગેરે ક્ષેત્રો અને ત્યાંના મંદિરોને લૂંટી લીધા હતાં.[6]
[1] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p. 66–69.
[2] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.
[3] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 4 | R. C. Majumdar | p. 61, 63.
[4] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | pp.68–70.
[5] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 11 | P.M. Joshi, M.A., PH.D, Director of Archives Bombay | p.252.
[6] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.