પ્રાંતિય સબુઓનાં આક્રમણો
ઈ.સ. ૧૪૩૩માં દેલવાડા (રાજસ્થાન)ના મંદિરો અહમદશાહે તોડીને લૂંટ્યાં હતાં.[1],[2]
ઈ.સ. ૧૪૪૨ આસપાસ કુંભલમેર, ભીલવાડા (રાજસ્થાન) ક્ષેત્રમાં મહમ્મદ ખીલજી (બીજા)એ સપાટો બોલાવ્યો હતો. ત્યાંના અઢળક મંદિરોની ભરપૂર સંપત્તિ પચાવી પાડવામાં આવી હતી.[3]
ઈ.સ. ૧૪૬૨માં સેનાપતિ અલાલદીન સુહરાબે માલણ (બનાસકાંઠા–ગુજરાત)ના મંદિરો ભૂશરણ કર્યા અને સંપત્તિ લૂંટી.[4]
હવે આવે છે નામચીન બાદશાહ મહમ્મદ બેગડા. ઈ.સ. ૧૪૫૮થી ઈ.સ. ૧૫૧૧ સુધી ગુજરાતમાં ઠેર–ઠેર મહમ્મદ બેગડાના પ્રભાવે મંદિરોમાં ધરતીકંપ અને સંપત્તિમાં નાસભાગ થતી. તેણે પોતાનાં કાર્યકાળમાં પ્રસિદ્ધ હિંદુ તથા જૈન ધર્મના મંદિરો જે દ્વારકા[5] તથા ગિરનારમાં સ્થિત હતાં, તેનો નાશ કર્યો.[6] કરોડોની મિલકત પડાવી લેવામાં આવી. તે જ પ્રકારે ચાંપાનેરના મંદિરોમાં પણ લૂંટ ચલાવવામાં આવી.[7]
ઈ.સ. ૧૪૭૫થી ૧૫૧૭ના ગાળામાં ભિન્ન ભિન્ન પ્રાંતના મહમ્મદ બહમાની વગેરે સૂબાઓએ ક્રિષ્ના (આંધ્રપ્રદેશ), કાંચી (તમિલનાડુ), ભરૂચ (ગુજરાત), કાંગરા (હિમાચલ પ્રદેશ)નાં અઢળક મંદિરો તોડી પુષ્કળ સંપત્તિ લૂંટી લીધી.[8]
ઈ.સ. ૧૫૦૭ પછીના સમયમાં દિલ્હીનાં લોદી વંશીય સુલતાનો સિકંદર લોદી અને અબ્રાહિમ લોદીએ સવાઈ માધોપુર (રાજસ્થાન), ગ્વાલિયર અને શિવપુરી (મધ્યપ્રદેશ) ઉપર હુમલો કરી મંદિરો વિધ્વસ્ત કર્યા અને લૂંટાય તેટલી સંપત્તિ લૂંટી.[9]
ઈ.સ. ૧૫૩૦થી પચાસ વર્ષના ગાળામાં કલી કુતુબ શાહ, સુલેમાન કારાણી વગેરે પ્રાંતીય સૂબાઓએ દેવળકોંડા, કર્નુલ (આંધ્ર), શિવપુરી (મધ્યપ્રદેશ), જગન્નાથ પુરી (ઓરિસ્સા), બંકાપુર (કર્ણાટક) વગેરે અનેક ક્ષેત્રોમાં સેંકડો મંદિરો નષ્ટ કર્યા અને લૂંટ્યાં.[10]
ઈ.સ. ૧૫૮૬માં મીર મહમ્મદ ઝમાન એ પૂના ઉપર આક્રમણ કર્યું હતું.[11] કહેવાય છે કે, તેણે પૂનાનાં ૩૩ મોટા મંદિરો તોડી પાડ્યાં હતાં.
ત્યારબાદ ઈ.સ. ૧૬૦૦ સુધી નાના–મોટા સૂબાઓએ ચિત્તોડ (રાજસ્થાન)–વિશાખાપટ્ટનમ (તમિલનાડુ) વગેરે મંદિરોનાં મથક જેવાં ક્ષેત્રો પર આક્રમણ કરી ત્યાંના ઘણાં મંદિરો તોડીને સંપત્તિ આંચકી લીધી હતી.[12]
વાચકો ! હજુ મોગલ બાદશાહોનો વૃત્તાંત તો બાકી જ છે. માત્ર અહીં સુધીના વર્ણનમાં ધર્મોનું જેટલું નષ્ટ થયું તેના માટે ટ્રીલીયનોને ટ્રીલીયનોનાં ગણિત ટૂંકા પડે તેમ છે.
[1] History of Gujarat | S.B. Rajyagor | pp. 172–175.
[2] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | pp.68, 69.
[3] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | pp.68, 69.
[4] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.
[5] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.
[6] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 10 | A.K. Majumdar, M.A., D.phil., Director Bharatiya Vidya Bhavan, Delhi | pp.162–165.
[7] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 10 | A.K. Majumdar, M.A., D.phil., Director Bharatiya Vidya Bhavan, Delhi | pp.162–165.
[8] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.
[9] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68–70.
[10] Frontline | December 22, 2000 | Historical Analysis | Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.
[11] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M. Eaton | p.68, 69.
[12] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.