10 – Gujarat – Gali Gali Ma Ghantnaad

ગુજરાત – ગલી ગલીમાં ઘંટનાદ

ઈ.સ. ૧૪૦૬માં કર્ણાટકનાં સુલતાન ફિરોઝ બહનામીએ રાયચૂરના મંદિરો ધ્વસ્ત કરી લૂંટ ચલાવી હતી.[1]

ગુજરાત, જેને જૈન તથા હિંદુ મંદિરોની સામ્રાજ્યભૂમિ કહી શકાય, જેની ગલી–ગલીમાં ઘંટનાદ ગૂંજતા હોય; તે ગુજરાતના સમગ્ર મંદિરોનો નાશ કરી દેવામાં આવે તેવું કાતિલ ફરમાન ઈ.સ. ૧૪૧૪માં ગુજરાતના સૂબા અહમદ શાહે બહાર પાડેલું.[2],[3] તેના અમલરૂપે સેનાપતિ મલિક તોહફાએ આખાં ગુજરાતમાં લૂંટફાટ અને વિધ્વંસ કર્યો. અહમદ શાહ પોતે પણ નાગોર ઉપર ચડાઈ કરી ત્યાંના મંદિરોને લૂંટવામાં જોડાઈ ગયેલો.[4] સોમનાથનું વિશાળ મંદિર પણ લૂંટવામાં બાકી રાખ્યું નહોતું.[5]

ઈ.સ. ૧૪૧૫માં તેણે શિલ્પકળાનાં પ્રતીકસમા રૂદ્ર મહાલય (સિદ્ધપુર પાટણ, ગુજરાત)ને નષ્ટ કરી લખલૂટ સંપત્તિની લૂંટ ચલાવી હતી.[6],[7],[8] આ મંદિરની જાહોજલાલીનું વર્ણન ઇતિહાસમાં આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. આ મંદિરનું રિનોવેશન સિદ્ધરાજ જયસિંહે[9] (ગુજરાતનો રાજા–રાજ્યકાળ ઈ.સ. ૧૧૦૦ આસપાસ) ચૌદ કરોડ સુવર્ણ મુદ્રા ખર્ચીને કરાવ્યું હતું. (રૂપિયા નહીં, સુવર્ણ મુદ્રા–સિક્કો !!! એક મુદ્રા સવા ચાર ગ્રામની હોય તો ૫૯૫ ટન સોનું થાય. જેનો વર્તમાન ભાવ લગભગ ૨ લાખ ૬૭ હજાર ૭૫૦ કરોડ રૂપિયા થાય. તે પણ માત્ર રિનોવેશન ખર્ચો !! હવે અંદાજ લગાડો તે મંદિરની લૂંટથી ધર્મને કેટલું નુકશાન પહોંચ્યું હશે ??) આ મંદિરમાં અઢાર હજાર મૂર્તિઓ અને ત્રીસ હજાર સોનાનાં કળશ હતાં. મંદિર એટલું ભવ્ય હતું કે તેમાં એક હજાર છસો થાંભલા હતાં. અને પરિસરમાં ૭૨૦૦ ધર્મશાળાઓ હતી. આ આખાં અમૂલ્ય વારસાંને લૂંટી લેવામાં આવ્યો હતો.[10]

 

[1] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | pp.68–69

[2] History of Gujarat | S. B. Rajyagor | p. 166

[3] History of the Rise of the Mahomedan Power in India | Vol. 4 | John Briggs | p.10, 11.

[4] History of the Rise of the Mahomedan Power in India | Vol. 4 | John Briggs | p.10, 11.

[5] History of Gujarat | S. B. Rajyagor | p. 166

[6] The History and Culture of the Indian People | Vol. 6 | Chapter 10 | A.K. Majumdar, M.A., D.phil., Director Bharatiya Vidya Bhavan, Delhi | p.158.

[7] History of Gujarat | S. B. Rajyagor | p. 166.

[8] Frontline | December 22, 2000 | Historical Analysis, Temple Desecration in Pre–Modern India | Richard M.Eaton | p.68, 69.

[9] Open Boundaries, Jain Communities and Cultures in Indian History | Chapter 6 | John E. Cort | p.89, 90.

[10] Immortal India | Vol. 3 | Bharatiya Vidya Bhavan | Edi.S.Ramakrishnan | p. 164,165.