Ep6 – Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 6: In the words of P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

જૈન શાસનમાં શ્રમણો અપરિગ્રહી હોય. તેથી તીર્થોની માલિકી કે
વહીવટમાં શ્રમણોનું સ્થાન ન હોય !!!
ખરેખર ?!!

પૂર્વજો કહે છે …

‘‘….. પરંતુ કાળક્રમે શ્રમણોનું વર્ચસ્વ પેઢી ઉપર ઘટતું ગયું; લગભગ નહીંવત્ થયું છે. શ્રમણોનું માર્ગદર્શન દરેક બાબતમાં લેવું, અને તે અનુસાર વર્તવું એ સ્થિતિ, પેઢીને છેલ્લા કેટલાક દાયકાથી બહુ માફક નથી આવતી.

કેટલાંક સામાન્ય અને જાહેર પ્રયોજનોમાં, ખાસ કરીને ફંડ-ઉછામણી જેવા પ્રયોજનોમાં, શ્રમણોનું માર્ગદર્શન જરૂર
મેળવાતું રહે છે; પરંતુ નીતિવિષયક અને સકલસંઘને તથા તીર્થોના હિતને સ્પર્શતા
વ્યાપક મુદ્દાઓ પરત્વે તેવું માર્ગદર્શન અનાવશ્યક મનાય છે……

….. પરંતુ, પેઢીના વહીવટકર્તાઓની દૃઢ માન્યતા છે કે સાધુઓએ વહીવટી બાબતોમાં માથું મારવાનું ન હોય, પેઢી કેમ ચલાવવી, કયા પ્રસંગે કયો નિર્ણય લેવો, કઈ નીતિ રાખવી, તે તો ગૃહસ્થોનો વિષય છે, સાધુઓ આમાં પડે તો તે બરાબર ન ગણાય; શિથિલતા કહેવાય.

આ માન્યતાઓ અથવા તો ભ્રમણાઓનું જ પરિણામ છે કે એક તરફ શ્રમણોની નિશ્રાની ઉપેક્ષા થઈ છે, તો બીજી તરફ અનેક ગંભીર ક્ષતિઓ પણ સર્જાયા કરી છે.

જ્યારે કોઈ કડવું હિત કહેવાવાળું ન હોય ત્યારે ક્ષતિઓ જ થાય, અને પાછું ક્ષતિઓને જ સાચું કામ કર્યું મનાય તે સાવ સ્વાભાવિક બાબત છે……’’

આવો આપણે આપણા વડીલોના અભિપ્રાય જાણીએ…

  • પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. સા.
    (તા. ૧૫ ઑગષ્ટ, ૨૦૦૯ના રોજ ખંભાતથી જાહેર કરેલ સકલ સંઘ જોગ નિવેદન)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/RB9h4uPAAuA