Ep22- Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | Gachchhadhipati A Bh Shrimadvijay Rajendrasuri M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 21: In the words of P. P. Acharya Bhagwant Shrimadvijay Muktiprabhsuriji M. S.

પેઢીએ સંઘ સેવામાં આજ સુધી પાછું વાળીને જોયું નથી!
ખરેખર?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે ….

“…દેવદ્રવ્યની હાની પહોંચાડવાનો કોઈ ઉદેશ નથી જ…આમ પેઢી જણાવે છે તો ઉછરામણી બોલવાની માંગણીઓ જેમને જેમને લખી મોકલી છે તેમને પ્રતિબંધ શા માટે કરે છે?

જો પ્રતિબંધ-રૂકાવટ કરે છે તો દેવદ્રવ્યની વ્યવસ્થાને સ્પષ્ટ હાની છે એ દિવા જેવું સ્પષ્ટ કોઈનાથી નકારી શકાય એવું નથી. આ વાત ખરેખર સાર્થક કરવી હોય તો પ્રતિબંધ પાછો ખેંચી લેવો જરૂરી છે…અન્યથા નિવેદનના શબ્દથી કપટ રમાય તે પેઢી માટે શોભતું નથી…

…મેળવેલ સત્તાના જોહુકમે પોતાનો મોભો પ્રતિષ્ઠા જાળવવા અનેક સંવેદનશીલ શાસ્ત્ર સિદ્ધાંત નિષ્ઠ ધર્માચાર્યોની, શાસ્ત્રીય માન્યતાઓની અને ધર્મી હ્રદયોની લાગણીની અવગણના ગૌણતા કરાવે, સકલ સંઘનું હિત જોખમાય તેવી યોજના કરાવે, વિ. વિ. અકરણીય કૃત્યો ભયંકર પાપનો અશુભ અનુબંધ કરાવનારા થાય છે.

આવા અશુભ- અકુશળ પાપ અનુબંધ કરાવે તેવા લક્ષણો જ્યાં પ્રત્યક્ષ જોવા મળતાં હોય તેને સકલ સંઘના હિતની જવાબદારી અને શાસ્ત્રીય વફાદારીને ધરાવતી જૈન શાસનની એકાંત આત્મ કલ્યાણકર સંસ્થાઓના સૂકાનો કદી સોંપાય નહી…”

ગચ્છાધિપતિ પ.પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિજી મ.સા.
(24-1-76 ના રોજ સંદેશમાં પ્રસિદ્ધ કરાયેલ લેખ)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/8vWtN0ytphw