Ep19 – Purvajo Kahe Che | P. P. Acharyabhagwant Shri Chandrasagarsuriji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 19: In the words of P. P. Acharyabhagwant Shri Chandrasagarsuriji M S

શું આપ જાણો છો ? પેઢીના પ્રતિનિધિત્વ બાબતે આપણા પૂર્વજો શું કહેતાં હતાં?
પૂર્વજો કહે છે …

‘‘વસ્તુતઃ અધિકાર કોનો?

‘‘હિંદુસ્તાનના સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કોમના પ્રતિનિધિ’’ તરીકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પોતાના છપાવેલા કાગળો દ્વારા પોતાને જણાવે છે. અને બીજી બાજુ સમસ્ત જૈન કોમના પ્રતિનિધિ તરીકે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ નામની સંસ્થા પોતાને પણ જણાવે છે. આમ તે બંનેય સંસ્થાઓ પોતાના પત્રાદિ વ્યવહારોના લખાણોમાં અને વાતવાતમાં (બોલવામાં-પ્રચારવામાં) પણ એ શબ્દોનું વારંવાર પુનરાવર્તન કર્યા કરતી હોય છે.

આકાશકુસુમ, વન્ધ્યાપુત્ર, અને શશશૃંગ એ સંયુક્ત-શબ્દોના વાચ્ય-પદાર્થો વિશ્વમાં ક્યાંયે નથીજ, તેવી રીતે ‘‘જૈન કોમના પ્રતિનિધિ’’ એ સંયુક્ત શબ્દોનો પણ વાચ્યાર્થ ક્યાંયે નથી; એટલે કે એ શબ્દ-સમૂહ ખોટા અર્થમાં વપરાયેલો હતો અને હજુ પણ વપરાય છે……’’

  • સાગરાનંદસૂરિજી સમુદાયના વડીલ શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીચન્દ્રસાગરસૂરિજી મ. સા.
    (શ્રી સિદ્ધચક્ર માસિક વિ. સં. 2013, પોષ-મહા માસ પૃ. 1)

પૂજ્ય આચાર્ય ભગવંત એમ ફરમાવે છે કે, બે સંસ્થાઓ અલગ-અલગ રીતે જૈન કોમના પ્રતિનિધિ હોવાનો દાવો કરી રહી છે. પરંતુ તેમનો તે દાવો સંપૂર્ણ આધારવિહોણો છે.

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/kHlRPgMxT_Y