Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 1: In the words of Shree Prabhudasbhai Parekh
પૂર્વજો કહે છે …
શું પેઢીની જાહેર ભૂલો જાહેરમાં ન જ મૂકી શકાય ?
‘‘શેઠશ્રીના (આણંદજી કલ્યાણજી પેઢીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ) મારફત જૈનશાસનના સાચા હિતની દિશામાં કયું કામ થયું છે ? તેની તપાસમાં ઊતરતાં એક પણ મળી શકે તેમ નથી એ એક હકીકત છે…
…શેઠશ્રીના હાથે જૈનશાસનના હિતની દૃષ્ટિથી ભૂલો ઉપર ભૂલો થયા કરી છે. બહુ ઊંડા જઈને વિચારતાં કહેવું પડે કે પરમાત્માના સંચાલક શ્રી સંઘે તેમના ઉપર શાસનના હિતોનો વિશ્વાસ મૂકવામાં કે આશા રાખવામાં ગંભીર થાપ ખાધી છે. આ વાત ભવિષ્યમાં દીવા જેવી ઘણાને સમજાશે.
શ્રી વૈભારગિરિના પહાડો બાબત, શ્રી ગિરનારજી બાબત, શ્રી સમ્મેતશિખરજી બાબત, શ્રી કેશરિયાજી બાબત, શ્રી તારંગાજી તીર્થ બાબત તથા બીજાં તીર્થોની બાબતમાં પણ ઊંડા ઊતરનારને પારાવાર ખેદ થાય તેમ છે. પૂર્વના પુરુષોએ જાળવેલી બાબતોમાંથી કેટલી બચાવી છે ને કેટલી ગુમાવી છે તેનું લિસ્ટ બહાર આવી શકતું નથી. તે બહાર આવતાં શ્રીસંઘને ખેદ થયા વિના રહેનાર નથી..
…આને વ્યક્તિગત આક્ષેપ તરીકે કોઈ ન સમજે. કેમ કે જ્યારે તેઓ આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે ત્યારે તેની સમાલોચના, તપાસ અને પરીક્ષણ કરવાનો આપણો અધિકાર કોઈથી ખૂંચવી શકાતો નથી…’’
શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(હિત-મિત-પથ્યં સત્યમ્ તા. 11-4-1963નો અંક)
કેવો આશ્ચર્યકારી ન્યાય !! આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે !!!!
આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ. https://www.youtube.com/embed/DZ_18biGE4I
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che