જે જિનવચન વિરુધ્ધ પ્રરૂપણા કે પ્રવૃત્તિ કરે, શાસનને હાનિ થાય તેવું કરે, તે આચાર્ય પણ નરકે જાય!! પાંચમા આરામાં લાખો ધર્માચાર્યો દુર્ગતિમાં જશે, તેવા આગમવચન છે..!! તો શ્રાવકો નહીં જાય એમ તમે માનો છો?? જે શ્રીમંત સત્તાધીશો સત્તાનો દુરુપયોગ કરી શાસનને ભારે નુકક્ષાનો કરી રહ્યા છે, તેઓ આત્મા, પરલોક આદિ જૈનધર્મના સિધ્ધાંતો ભૂલી ગયા છે અને પોતાનું ભાવિ મહાનુક્શાનકારી અને ભયંકર બનાવી રહ્યા છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિત મહારાજ)