એમ નહીં માનતા કે અમારે સત્તા જોઈએ છે, કે અમે સત્તાના ભૂખ્યા છીએ…
મને તો એકાંતમાં સાધના, આરાધના કરવાની ઈચ્છા છે, અને એમાં આનંદ આવે છે…
અત્યારે પણ મને શાસ્ત્રો હાથમાં આપો તો ૧૨ કલાક સ્વાધ્યાય ખુશીથી કરી શકું, એટલી દેવ – ગુરુની કૃપા છે…
જિનવચનમાં મને જેવી મજા આવે છે, એવી ક્યાંય નથી આવતી…
પરંતુ અત્યારે મારી જવાબદારી છે, માટે કરી રહ્યો છું…
શાસ્ત્રમાં કહ્યું, જેની શક્તિ હોય એને કષ્ટ વેઠીને કે સહન કરીને પણ શાસનરક્ષા કરવી!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.