અમે સંસાર છોડી નીકળ્યા, ત્યારથી દેવ-ગુરૂ-ધર્મ જ અમારા રક્ષક છે…
અમે એમના ભરોસે જ જીવીએ છીએ…
એમના કહેલા તત્ત્વની જ અમે પ્રરૂપણા કરીએ છીએ…
અમારો પાપોદય હશે તો જે કષ્ટ આવશે તે શાંતિથી સહન કરીશું, પણ એટલા માત્રથી સત્યને છોડવાની, શાસનની સેવા, ભક્તિ, સમર્પણને પડતા મૂકવાની અમારી જરાય તૈયારી નથી…
શાસ્ત્ર કહે છે કે જેને શાસનની રક્ષા કરવી હોય એણે માથું હાથમાં લઈને જ ફરવું પડે…
અને પ્રાણ પણ જોખમમાં મૂકવા પડે !!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.